Thursday, 29 December 2016

કબજીયાતથી લઇને આ બધી બીમારીઓ દૂર કરવા રોજ ખાઓ ખારેક

કબજીયાતથી લઇને આ બધી બીમારીઓ દૂર કરવા રોજ ખાઓ ખારેક




મોટા ભાગે લોકો ખારેકને દૂધમાં ઉકાળીને પીતા હોય છે. ખાસ કરીને બાળકોના મગજના વિકાસ માટે નાનપણમાં, લગ્ન પછી દંપતીને તેમનું લગ્નજીવન સુખમય રહે એ માટે અને દુર્બળ વ્યક્તિઓને તાકાત માટે ખારેકનો ઉપયોગ લોકો વર્ષોથી કરતા આવ્યા છે. સૂકી ખારેક બારેમાસ લઈ શકાય છે, કારણ કે એ ખારેકનું સૂકું સ્વરૂપ એટલે કે ડ્રાય ફ્રૂટ ગણાય છે, પરંતુ એનું લીલું સ્વરૂપ એક ફ્રૂટ તરીકે ફક્ત સીઝનમાં જ ખાઈ શકાય છે.
કબજિયાત
જે લોકોને લાંબા ગાળાની કબજિયાત હોય તો તેમને ખારેક ઘણી મદદ કરે છે. ખાસ કરીને બાળકોને પણ એ આપી શકાય છે. દવાઓ કે બીજી કોઈ પદ્ધતિ કરતાં ખારેકથી સરળતાથી આ તકલીફ દૂર થઈ શકે છે.
શરદી
જેમને અવાર-નવાર શરદી થઈ જતી હોય, જેઓ વારંવાર માંદા પડતા હોય એવા લોકોએ ખારેક ખાવી જોઈએ જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ થાય અને શરદી વારંવાર ન રહે.
કોલેસ્ટરોલ
ખારેક કોલેસ્ટરોલની માત્રાને શરીરમાં નિયંત્રણમાં રાખે છે, જેને લીધે હાર્ટ-ડિસીઝ થવાનું રિસ્ક ઘટી જાય છે.

વેઇટલોસ
ખારેક ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલદી ભૂખ નથી લાગતી. ખાલી પેટે, સાંજના સમયે નાસ્તામાં ચાર ખારેક ખાઈ લેવાથી ડિનરમાં વધુ ભૂખ નથી લાગતી અને વ્યક્તિ હળવું ડિનર લઈ શકે છે.
આ સિવાય ખારેક ડાયાબિટીઝ, ઉધરસ, નબળાઈ, ટીબી, શુક્રાણુની કમી, દાંતમાં દુખાવો, એનીમિયામાં પણ ઉપયોગી થાય છે.

No comments:

Post a Comment