Thursday, 29 December 2016

આ 4 કારણોસર તમારો પ્રેગનન્સી ટેસ્ટ આવે છે નેગેટિવ

આ 4 કારણોસર તમારો પ્રેગનન્સી ટેસ્ટ આવે છે નેગેટિવ




જીવનનાં કોઇકને કોઇક વળાંકે દરેક મહિલાના મનમાં માતા બનવાની ઇચ્છા થાય છે અને જ્યારે તેના જીવનમાં પરિસ્થિતિઓ યોગ્ય થઈ જાય છે, તો તે માતા બનવાનો નિર્ણય પાર્ટનરની સંમતિથી લઈ લે છે. જો કે આ પ્રક્રિયામાં ગર્ભધારણ થયું કે નહીં; તે જાણવા માટે સૌ પ્રથમ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે છે કે જે હકારાત્મક કે નકારાત્મક હોવા પર જ જાણ થાય છે કે, મહિલા આ વખતે માતા બનશે કે નહીં ?
1. પાતળું પેશાબ થવું
ટેસ્ટ કરતા પહેલા બહુ વધુ પ્રમાણમાં પાણી પીવાનાં કારણે પેશાબ પાતળું થાય છે જેથી ટેસ્ટ નેગેટિવ આવવાની શક્યતાઓ વધી જાય છે. જો કે આ કારણોસર ખબર નથી પડતી કે, તમે પ્રેગનન્ટ છો કે નહિં.
2. સમયથી પહેલા લઈ લેવું
સંભોગ કર્યા બાદ ઓછામાં ઓછા દસ દિવસ બાદ જ ટેસ્ટ કરવો નહિંતર તમારી કિટ બેકાર જતી રહેશે, કારણકે એટલી જલ્દી પરીક્ષણમાં ગર્ભની જાણ થવી મુશ્કેલ હોય છે. માસિક ધર્મ જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી પણ ટેસ્ટ ન કરાવો.

3. ટેસ્ટ કિટ બેકાર જવી
ટેસ્ટ કરતા પહેલા કિટની તારીખને જોઈ લો. તે પછી કિટને ખોલી તરત જ ઉપયોગ કરી લો. તબીબોનું કહેવું છે કે, ખુલેલી કિટ માત્ર 10 કલાક માટે જ યોગ્ય હોય છે. તે પછી તે બેકાર થઈ જાય છે. ખરાબ કિટથી ટેસ્ટ કરતા હંમેશા નેગેટિવ જ રિપોર્ટ આવશે.
4. ખોટા સમયે પરીક્ષણ કરાવવું
જો પ્રેગનન્સી ટેસ્ટને ખોટા સમયે કરાવવામાં આવે તો પણ પરિણામ નકારાત્મક જ આવે છે. જો ગર્ભની યોગ્ય તપાસ કરવી છે તો સવારે ઉઠી પહેલી વખત પેશાબ જતી વખતે કરો. આ સમયે શરીરમાં ઉપસ્થિત એચસીજીની યોગ્ય કક્ષાની જાણ થઈ જાય છે.

No comments:

Post a Comment