Saturday, 10 December 2016

Yogg X ફિટનેસ ટ્રેકર ઈન્ડિયામાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર


Yogg X ફિટનેસ ટ્રેકર ઈન્ડિયામાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર

પોર્ટોનિક્સ એક એવી બ્રાન્ડ છે જેના વિશે તમે કદાચ વધારે સાંભળ્યું હશે નહી. કંપનીએ ઈન્ડિયામાં Yogg x ફિટનેસ ટ્રેકર લોન્ચ કર્યો છે. જે સ્પર્શ સેન્ટિટીવિટી સ્ક્રિન સાથે આવે છે. આ ફિટનેસ ટ્રેકર વોટર પ્રુફ અને આના સ્વિમિંગ કરતી સમયે કામમાં લઈ શકાય છે. આ 1 મીટર અથવા 3 ત્રણ ફુટ ઉંડા પાણીમાં 30 મીનિટ સુધી કામ કરે છે. કંપનીએ આની કિંમત 2,499 રૂપિયા રાખી છે. આ વોટર રેસિસ્ટેન્ટ ફિટનેસ ટ્રેકર સાથે અલગ કરી શકાય તેવા ડાયલ સાથે આવે છે.

કંપનીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આને ટચસ્ક્રિનની મદદથી વિભિન્ન મોડમાં બદલી શકાય છે. Yogg Xથી લોકો પ્રતિદિવસની ફિટનેસ ગોલ સ્થાપિત કરવા અને આના ઈનબિલ્ટ સેન્સર દ્વારા પોતાની પ્રતિદિવસની પ્રવૃતિઓ પર દેખરેખ રાખવામાં મદદ મળશે. આ ટ્રેકરનું વજન માત્ર 20 ગ્રામ છે. અને આ 55 એમએચની બેટરી સાથે આવે છે. આના ડેટાને યોગ એક્સની મદદથી સ્માર્ટફોન સાથે ક્નેક્ટ પણ કરી શકાય છે.
બીજી ખાસિયતો
ઊંઘતી સમયે પણ આ સ્માર્ટવોચને સ્લીપ મોડમાં સેટ કરી શકો છો, જે સવારે તમને તમારા ઊંઘવાની રીત અને વગેરેની જાણકારી આપે છે. આમાં 6 રિમાઈન્ડર સુધી સેટ કરી શકાય છે. જે યૂજર્સની કાડા પર વાઈબ્રેટ થઈને સંદેશ યાદ અપાવે છે. આના પર મોબાઈલમાં આવેલા નોટિફિકેશન જેવા મિસ કોલ, SMS, ઈમેલ અથવા સોશિયલ મીડિયા પર આવનાર મેસેજ પણ દેખી શકાય છે.
યોગ્ગ એક્સને સ્માર્ટફોનના બ્લૂટૂથ સાથે ક્નેક્ટ કરી શકાય છે. આ ખુબ જ ઓછા પાવર ઉપર પણ કામ કરે છે. એકવાર ડિવાઈસને ક્નેક્ટ કર્યાં બાદ નિર્ધારિત રેન્જ સુધી સ્માર્ટફોનથી ક્નેક્ટ રહી શકે છે. આના માટે તમારે સ્માર્ટફોન પર ગૂગલ પ્લે સ્ટોર પરથી Yogg X એપ ડાઉનલોડ કરવી પડશે.
Yogg X ફિટનેસ ટ્રેકર ઈન્ડિયામાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર



No comments:

Post a Comment