ગર્ભાવસ્થા દરમિયાન ત્વચાનું આ રીતે રાખો ખાસ ધ્યાન
ગર્ભાવસ્થા દરમિયાન પેટ, સાથળ, કમર તથા પીઠ પર સ્ટ્રેચ માર્કસ એટલે કે સફેદ ધારી જોવા મળે છે જે ત્વચાની ખૂબસૂરતીને નષ્ટ કરે છે. સ્ટ્રેચ માર્કસ પડવાનું કારણ વજન વધવું તેમજ શરીરનું બેડોળ થવાથી થાય છે. આ ધારીઓને હળવી કરવા નિયમિત તલના તેલથી શરીરે માલિશ કરવું. હંમેશા ખુશ રહેવું .તેનાથી રક્તસંચાર વધે છે અને ચહેરો ચમકીલો થાય છે.
હાથ-પગની સુંદરતા જાળવી રાખવા મહિનામાં એક વખત મેડિક્યોર-પેડિક્યોર કરાવવું. ગર્ભાવસ્થા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરવો નહીં. ઘણી વખત તેની વિપરીત અસર પણ ત્વચા પર પડી શકે છે. વાળની કાળજી ગર્ભાવસ્થા દરમિયાન મોટા ભાગની મહિલાઓના વાળ ખરવાની ફરિયાદ રહે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર વાળ ધોવા. રાતના સૂતા પહેલાં વાળની જડમાં કોપરેલ અથવા ઊચ્ચગુણવત્તાયુક્ત તેલથી માલિશ કરવું. ગર્ભાવસ્થા દરમિયાન વાળને ડાઇ અથવા કલર બની શકે તો ન કરવું. તેમાં સમાયેલા રસાયણો વાળને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
- ગર્ભાવસ્થા દરમિયાન સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જરૂરી હોય છે કારણકે આ દિવસોમાં ત્વચા ખુબ જ સંવેદનશીલ થઈ જાય છે જેનાથી સુર્યના અલ્ટ્રાવાયલેટ કિરણોની ઘાતક અસરને લીધે ત્વચા કરમાઈ જાય છે.
- ગર્ભાવસ્થા દરમિયાન ત્વચા ખુબ જ ઓઈલી રહે છે તેથી ત્વચાની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો.
- જો ત્વચાની સફાઈ સરખી રીતે ના કરાઈ હોય તો રોમ છિંદ્રોમાં મેલ ફસાઈ જવાથી ત્વચા મેલી દેખાય છે.
- આ દિવસોમાં ત્વચાની સાફ-સફાઈ માટે નિયમિત રીતે ક્લીન્ઝરનો ઉપયોગ કરો.
- આ દિવસોમાં ત્વચાને મુલાયમ બનાવવા માટે મોઈશ્ચરાઈઝરનો પણ તમે ઉપયોગ કરો શકો છો.
No comments:
Post a Comment