Review : કેવી છે આજે રિલીઝ થયેલી ‘બેફિકરે’? જાણવા કરો ક્લિક-
https://youtu.be/p7X7mwcEJ-w
https://youtu.be/p7X7mwcEJ-w
ફિલ્મઃ બેફિકરે
નિર્માતાઃ આદિત્ય ચોપરા
દિગ્દર્શકઃ આદિત્ય ચોપરા
કલાકારઃ વાણી કપુર, રણવીર સિંહ
સંગીતઃ વિશાલ શેખર
સર્ટિફિકેટ : U/A
સ્ટાર : 2 સ્ટાર
નિર્માતાઃ આદિત્ય ચોપરા
દિગ્દર્શકઃ આદિત્ય ચોપરા
કલાકારઃ વાણી કપુર, રણવીર સિંહ
સંગીતઃ વિશાલ શેખર
સર્ટિફિકેટ : U/A
સ્ટાર : 2 સ્ટાર
યશરાજના બેનરમાં મનના દરેક પાસાને રણઝણાવી જાય એવી જ વાર્તા હોય છે. એ પરંપરા આદિત્ય ચોપરાએ ચાલુ રાખી છે. જોકે આ ફિલ્મની વાર્તા પ્રમાણમાં બોલ્ડ અને નવી પેઢીના રોમેન્સને દર્શાવે છે. કિસ-સીન્સના કારણે ફિલ્મ ગજબની આતુરતા તો પહેલાંથી જ જગાવી ચુકી હતી. એ આતુરતા સંતોષવાની સાથે આ ગરમા ગરમ ફિલ્મ સંબંધોનું ઊંડાણ પણ દર્શાવે છે અને સંબંધોના દરેક પાસાને રજુ કરે છે.
શું છે વાર્તા?
કમિટમેન્ટ સે પઝેસિવનેસ આ જાતી હૈ, એક્સપેક્ટેશન્સ બઢ જાતે હૈં, ફિર તૂ તૂ મૈં મૈંકા ડ્રામા શુરુ હો જાતા હૈ. ઈસ લિયે…… ચ્ચ્ચ્ચ! નો કમીટમેન્ટ! બસ, સાથ રહો, મૌજ કરો, મસ્તી કરો. જી લો ઈન પલોં કો!
કમિટમેન્ટ સે પઝેસિવનેસ આ જાતી હૈ, એક્સપેક્ટેશન્સ બઢ જાતે હૈં, ફિર તૂ તૂ મૈં મૈંકા ડ્રામા શુરુ હો જાતા હૈ. ઈસ લિયે…… ચ્ચ્ચ્ચ! નો કમીટમેન્ટ! બસ, સાથ રહો, મૌજ કરો, મસ્તી કરો. જી લો ઈન પલોં કો!
ફિલ્મમાં દિલ્હીનો એક યુવાન ધરમ (રણવીર સિંહ)કામ માટે પેરિસ આવે છે અને સાહસની શોધમાં ફરતો હોય છે. એ કામ મેળવીને જીવનની ઘરેડમાં ગોઠવાઈ જવાની તૈયારીમાં હોય છે ત્યાં એક તોફાની, મુક્ત સ્વભાવની ફ્રાન્સમાં જન્મેલી ભારતીય મૂળની યુવતિ શાયરા (વાણી કપૂર) મળી જાય છે. બંને કોઈ જાતના કમિટમેન્ટ વગર સાથ માણવાની વાતે એકબીજા સાથે સંમત થાય છે. અને શરૃ કરે છે શરમ, સંકોચ અને ડર વગરનું સાહસિક કામો પાર પાડતું બેફામ સાહચર્ય. જવાબદારી વગરની સ્વચ્છંદતા માણતા યુવાન હૈયાઓની કથા કહેતી આ ફિલ્મ એટલા માટે જ કદાચ ફ્રાન્સ જેવા મુક્ત દેશના પાટનગર પેરિસમાં દર્શાવાઈ છે. અહીં આવા સંબંધોની કોઈ નવાઈ નથી. જોકે ફિલ્મમાં આ પ્રેમીઓના સંબંધોમાં અનેક વળાંકો આવે છે. આમ તો આદિત્ય ચોપરાની આ ફિલ્મની સ્ટોરીમાં કોઈ ખાસ નવી વાત નથી અને ચાર-પાંચ હોલિવૂડ-બોલિવૂડ ફિલ્મનો એકસાથે ખીચડો કરી નાખ્યો હોય એમ લાગે છે.
કેવી છે ફિલ્મ?
ભારતીય યુવાન ધરમ અને ફ્રેન્ચ યુવતિ શાયરા તરીકે રણવીર સિંહ અને વાણી કપૂરે તદ્દન વાસ્તવિક અભિનય કર્યો છે. દિલ્હીના ટિપિકલ યુવાનના રોલમાં આમ તો રણવીર પોતાના રોલમાં પરફેક્ટ લાગે છે, પણ વાણીના મામલામાં થોડી ગરબડ છે. વાણીએ એક્ટિંગ તો સારી કરી છે પણ સર્જરી બાદ તેને લુક બગડી ગયો છે, જે સ્ક્રિન પર સ્પષ્ટ દેખાઈ આવે છે. સાવ બેજવાબદાર સંબંધો અને વાતે વાતે કિસ કરતા હીરો-હિરોઈનના ૩૦ ઉપરાંત કિસિંગના આઘાતના દ્રશ્યોને બાદ કરીને જોઈએ તો ફિલ્મની રજુઆત અદભુત છે. સિનેમેટોગ્રાફી લાજવાબ છે. આદિત્ય ચોપરાના ડિરેક્શનમાં બનેલી આ ચોથી ફિલ્મ છે. ‘બેફિકરે’ પહેલા તેણે ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે'(1995), ‘મહોબ્બતેં’ (2000) અને ‘રબ ને બના દી જોડી'(2008) ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં આવતા કિસિંગ સીન સુખદ નહીં પણ માથાના દુખાવા જેવા લાગે છે.

જોવાય કે નહીં?
આ ફિલ્મ પારિવારિક નથી એટલે જો ન જોઈ શકાય તો અફસોસ કરવા જેવું નથી.
આ ફિલ્મ પારિવારિક નથી એટલે જો ન જોઈ શકાય તો અફસોસ કરવા જેવું નથી.