Showing posts with label Fashion & Beauty. Show all posts
Showing posts with label Fashion & Beauty. Show all posts

Thursday, 29 December 2016

શિયાળો તમારી સુંદરતા બગાડે તે પહેલા ફોલો કરો આ ટિપ્સ

શિયાળો તમારી સુંદરતા બગાડે તે પહેલા ફોલો કરો આ ટિપ્સ


શિયાળાની ઠંડી હવાને લીધે શરીરની ત્વચા શુષ્ક થઈ જાય છે. આ માટે તેને ચમકદાર બનાવી રાખવા દિવસભર ભરપુર પાણી પીવો અને નવાયા પાણી વડે સ્નાન કરો. રાત્રે સુતી વખતે બારીનો દરવાજો સંપુર્ણ બંધ રાખવાની જગ્યાએ થોડોક ખુલ્લો રાખો. હિટરની ગરમીમાં વધારે સમય સુધી ન રહેશો. આ સિવાય પણ આ અન્ય વાતોનું ખાસ ધ્યાન રાખો.
  • ઠંડીને લીધે ત્વચા રફ ન થઈ જાય એટલા માટે ત્વચા પર સારી કંપનીનું મોઈશ્ચરાઈઝર લગાવો.
  • ખાવામાં લીલા શાકભાજી અને પાંદડાવાળી શાકભાજીનો ભરપુર પ્રયોગ કરો.
  • બદામને દૂધમાં પીસીને દરરોજ ચહેરા પર લગાવો, અને બદામના તેલથી હળવા હાથેથી મસાજ કરો.
  • બેસનમાં હળદર અને ગુલાબજળ ભેળવીને લગાવો અને તે સુકાઇ જાય પછી ચહેરો ધોઈ લો.
  • મકાઈના લોટમાં થોડીક હળદર અને મલાઈ ભેળવીને ચહેરા પર લગાવો તેનાથી ચહેરો ચમકી ઉઠશે.
  • મસુરની દાળને દૂધમાં ભેળવીને તેની પેસ્ટ બનાવી લો, ત્યારબાદ તેમાં ઘી ભેળવીને ચહેરા પર લગાવો.
  • મધની અંદર બે-ત્રણ ટીંપા લીંબુના ભેળવીને ચહેરા પર લગાવો.
  • ચહેરાની રોનક જાળવી રાખવા અને હોઠને ફાટતાં અટકાવવા તેની પર ગ્લીસરીન અને માખણ લગાવો.