Showing posts with label Micromax. Show all posts
Showing posts with label Micromax. Show all posts

Saturday, 10 December 2016

માઈક્રોમેક્સે લોન્ચ કર્યો એકદમ સસ્તો 4G સ્માર્ટફોન, Jio સિમ મળશે ફ્રિ



માઈક્રોમેક્સે લોન્ચ કર્યો એકદમ સસ્તો 4G સ્માર્ટફોન, Jio સિમ મળશે ફ્રિ



સ્માર્ટફોનની કિંમત ક્રમશ: 4,440 અને 4.990 રૂપિયા છે. 4G સપોર્ટવાળા આ બંને સ્માર્ટફોન સાથે રિલાયન્સ જિયોના પ્રી એક્ટિવેટ સિમ પણ મળી રહ્યો છે. તે ઉપરાંત આમાં ગૂગલ ડ્યો (Google Duo)આમાં પ્રી-ઈન્સ્ટોલ છે.
માઈક્રોમેક્સ Vdeo1 અને Vdeo2 સ્માર્ફોન 4G VoLTE સપોર્ટેડ છે અને એન્ડ્રોયડ માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ સ્માર્ટફોનને પ્રીમિયમ લુક આપવા માટે આમાં રિમૂવેબલ બેક કવરને મેટલ બ્રશ્ડ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. Vdeo 2માં 4.5 ઈંચની સ્ક્રિન અને 1800 mAhની બેટરી આપવામાં આવી છે. જ્યારે vdeo1માં 4 ઈંચની ડિસ્પલે અને 1600 mAhની બેટરી આપવામાં આવી છે. બંને મોબાઈલમાં 1GB રેમ અને 8GB ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. તે ઉપરાંત ક્વોડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોનમાં 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 5 એમપીનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.
સેને જણાવ્યું કે, ભારતમાં 75 ટકા સ્માર્ટફોન 3G અથવા તેનાથી નીચેના છે. પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે, 2021 સુધી 4G ફોન્સનો માર્કેટ 45 ટકા સુધી પહોંચી જશે. આ માર્કેટને માઈક્રોમેક્સ Vdeo સીરિઝ દ્વારા કેપ્ચર કરવા માંગે છે.