Showing posts with label leather jacket. Show all posts
Showing posts with label leather jacket. Show all posts

Saturday, 10 December 2016

વિન્ટરમાં પરફેક્ટ લુક મેળવવા આ રીતે કરો જેકેટની પસંદગી

વિન્ટરમાં પરફેક્ટ લુક મેળવવા આ રીતે કરો જેકેટની પસંદગી-



શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઇ રહી છે, ત્યારે અનેક લોકો જેકેટ, સ્વેટર લેવામાં વ્યસ્ત થઇ ગયા છે. જો કે આજે અમે તમને જણાવીશું કે, આ વિન્ટર સિઝનમાં લેધર જેકેટની ભારે બોલબાલા છે. આ એક ગ્રેટ ઇન્વેસ્ટમેન્ટ હોવાની સાથે સાથે તમારી સ્ટાઇલને પણ નિખારશે. તેને સ્પેશિયલ બનાવે છે તેની વર્સેટાલિટી. ફોર્મલ મિટિંગ હોય કે ફન નાઇટ, શિયાળા માટે લેધર જેકેટ અલ્ટિમેટ સોલ્યુશન છે.
માર્કેટમાં લેધર જેકેટની અનેક વેરાઇટી ઉપલબ્ધ છે. એકવાર તમે પહેરશો, તે પછી તમારે લેયરિંગની ચિંતા નહીં રહે અને તમને મળશે પોલિશ્ડ ચિક લુક અને સુપર-વાર્મ. ફેશનની દ્રષ્ટિએ જોઈએ તો જેકેટથી જ તમે પરફેક્ટ વિન્ટર લૂક મેળવી શકો છો. જો બ્રાન્ડેડ જેકેટ હોય તો તેને પહેરવાની મઝા જ કંઈક અલગ હોય છે.
દર વર્ષે જેકેટમાં નવી-નવી ડિઝાઈનનો સમાવેશ થાય છે. એટલે જો તમે સીઝન પહેલાં નવા ફેશન ટ્રેન્ડ વિશે માહિતી મેળવી લો તો તમે સ્ટાઈલિશ લૂકવાળું જેકેટ ખરીદી શકો છો. ફીમેલ જેકેટનો લૂક જેન્ટ્સ જેકેટના લૂકથી અલગ હોય છે. ફીમેલ જેકેટમાં ફર, ફ્રીલ કે પછી અન્ય કાપડથી બનાવેલ ડિઝાઈનર કોલર નાંખવામાં આવે છે જે ખૂબ ડિસન્ટ લૂક આપે છે. અત્યારે જાડા ફેબ્રિકવાળા જેકેટ ટ્રેન્ડમાં નથી. ડેનિમ જેકેટ્સ બહુ કેઝ્યુઅલ લૂકના હોય છે. આ સિવાય સિમ્પલ, સ્ટાઈલિશ અને રફ એન્ડ ટફ લૂક માટે પણ યંગસ્ટર્સ તેને પસંદ કરે છે. ડેનિમ જેકેટમાં બ્લૂ, ઓફ વ્હાઈટ અને બ્લેક સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે. ડેનિમ જેકેટ્સને સ્ટોન વોશ અને બ્લિચ લૂકવાળા કોઈ પણ જિન્સ સાથે કંબાઈન કરી પહેરી શકાય છે. ડેનિમ જેકેટ અને જિન્સનું કોમ્બિનેશન પરફેક્ટ કેઝ્યુઅલ લૂક આપે છે.