જિયોનીએ 6GB રેમ અને 7000mAhની બેટરી સાથે લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન
જિયોનીએ પોતાનો નવો પ્રીમિયમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીએ M2017 નામથી લોન્ચ કર્યો છે. આ મોબાઈલની ખાસ વાત તેની 7000mAhની બેટરી છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ લાંબા પાવર બેકઅપ માટે 7000 એમએએચની બેટરી લગાવી છે. તે ઉપરાંત બેક સાઈડ પર ડ્યુઅલ કેમેરો સેટઅપ પણ આપવામાં આવ્યો છે.
ડિસ્પલે
Gionee M2017 ડ્યુઅલસિમ સ્માર્ટફોન છે. જેમાં 5.7 ઈંચની QHD એમોલેડ ડિસ્પલે (રિઝોલ્યુશન 1440X2560પિક્સલ) આપવામાં આવી છે. બીજી એકખાસ વાત તે છે કે, આ મોબાઈલની ડિસ્પલે કર્વ્ડ આપવામાં આવી છે. પિક્સલ ડેન્સિટી 518ppi છે, જે ખુબ જ સારી છે.
લેટેસ્ટ OS
આ સ્માર્ટફોનની પ્રર્ફોમન્સ વધારવા માટે કંપનીએ લેટેસ્ટ ઓએસનો ઉપયોગ કર્યો છે. એન્ડ્રોઈડ 6.0 માર્શમેલો પર ચાલતા આ સ્માર્ટફોનમાં અમીગો 3.5 UI આપવામાં આવ્યું છે.

પ્રોસેસર અને રેમ
આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 653 પ્રોસેસર (1.95 GHz ચાર કોર્ટેક્સ A72 કોર અને 1.44 GHz પર ક્વોક ચાર Cortex-A53 કોર)સાથે 6 જીબી રેમ આપવામાં આવી છે.
સ્ટોરેજ
જિયોની M2017ની ઈન્ટરનલ મેમોરી 128 જીબી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં માઈક્રોએસડી કાર્ડ લગાવીને મેમોરી વધારવાનો ઓપ્શન આપવામં આવ્યો નથી.

કમેરો
કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ બેક કેમેરા સેટઅપ લાગેલું છે. ડ્યુઅલ કેમેરામાં એક કેમેરો 12 મેગાપિક્સલ અને બીજો કેમેરો 13 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. બેંક કેમેરા 2X ઓપ્ટિકલ ઝૂમ અને 8X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી લેવા માટે ફન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
ડાયમેંશન્સ અને વજન
155.2X 77.6X10.78 mm ડાયમેંશન્સવાળા આ સ્માર્ટફોનનું વજન 238 ગ્રામ છે.
ક્નેક્ટિવિટી
આ સ્માર્ટફોનમાં ફ્રન્ટમાં ફિંગરપિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ક્નેક્ટિવિટીની વાત કરીએ તો આ 4G, વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને જીપીએસથી લેસ છે.

3.5mm હેટફોન જેક
આ સ્માર્ટફોનમાં કંપનીએ 3.5mmનો હેટફોન જેક આપ્યો નથી. આમાં યૂએસબી ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે, અને તેના દ્વારા જ હેડફોનને પણ ક્નેક્ટ કરવામાં આવી શકે છે.
બેટરી અને કિંમત
આ સ્માર્ટફોનમાં 7000mAhની બેટરી ક્વિકચાર્જ 3.0 ટેકનોલોજીથી લેસ છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ 25.89 કલાકનો વીડિયો પ્લેબેક ટાઈમ આપે છે અને 915.42 કલાક સુધી સ્ટેન્ડબાય રહી શકે છે. આ સ્માર્ટફોન 6,999 યુઅાનમાં લોન્ચ કર્યો છે.




