જૂની નોટો જમા કરવાનો કાલે 'છેલ્લો દિવસ' ; આ જોગવાઈઓ જાણવી જરૂરી
નવી દિલ્હી :તા.30મી ડિસેમ્બરે નોટબંધીનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ જૂની નોટોને બેન્કોમાં જમા નહીં કરાવી શકાય. વિશેષ છૂટ હેઠળ તા. 31મી માર્ચ સુધીમાં રૂ. 10 હજાર સુધીની જૂની નોટો RBIમાં જમા કરાવી શકાશે. જૂની નોટોના સંદર્ભમાં સરકારે કેટલાક આર્થિક તથા દંડનીય જોગવાઈઓ પણ કરી છે. પાંચ સવાલો દ્વારા જાણો કે નોટબંધી પછી શું થશે?
#1. 30 મી ડિસેમ્બર પછી શું થશે?
જવાબ:રૂ. 500 અને રૂ. 1000ના દરની જૂની નોટોને બેન્કોમાં જમા નહીં કરાવી શકાય. માત્ર RBI જ જૂની નોટો સ્વીકારશે.
#2. RBIમાં ક્યાં જવાનું?
જવાબ: દેશભરમાં RBIની 4 ઝોનલ, 19 રિજનલ તથા 10 સબ-ઓફિસ છે. જેમાંથી 19 ઈસ્યુ ઓફિસ છે. જ્યાં જૂની નોટો જમા કરાવી શકાશે.
- જેમાં અમદાવાદ, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગૌહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચ્ચી, કોલકતા, લખનઉ, મુંબઈ, નાગપુર, પટણા તથા તિરૂવનંતપુમમાં જૂની નોટો જમા કરાવી શકાશે.
- RBIના નોટિફિકેશન પ્રમાણે, નોટ જમા કરાવવા માટે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડમાંથી કોઈ ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે.
- RBIના નોટિફિકેશન પ્રમાણે, નોટ જમા કરાવવા માટે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડમાંથી કોઈ ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે.
#3. તા. 31મી માર્ચ સુધી કોણ જૂની નોટો જમા કરાવી શકશે?
જવાબ: - કેબિનેટે દ્વારા 'ધ સ્પેસિફાઈડ બેન્ક નોટ્સ સેસેશન ઓફ લાઈબ્લિટિઝ ઓર્ડિનન્સ ' થી સરકાર અને RBIની જવાબદારી સમાપ્ત થઈ જશે.
- તા. 30મી ડિસેમ્બર સુધીમાં જૂની નોટો જમા કરાવવા માટે સરકારે કહ્યું હતું. હવે સ્પેશિયલ કેસમાં જ નોટ જમા કરાવી શકાશે.
- નોટબંધી દરમિયાન વિદેશ ગયેલા નાગરિકો, છેવાડાના વિસ્તારમાં તહેનાત સૈનિકો તથા વ્યાજબી અને મજબૂત કારણ હોય તો તા. 31મી માર્ચ સુધીમાં નોટો જમા કરાવી શકાશે.

RBIમાં નાણા જમા કરાવવા માટેની જોગવાઈઓ તથા કેન્દ્ર સરકારના વટહુકમ અંગે વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.