Wednesday, 28 December 2016

પ્લાસ્ટિક કાર્ડ કે પોઈન્ટ ઓફ સેલ મશીનથી છૂટકારો અપાવશે આ આધાર કેશલેસ એપ

પ્લાસ્ટિક કાર્ડ કે પોઈન્ટ ઓફ સેલ મશીનથી છૂટકારો અપાવશે આ આધાર કેશલેસ એપ



Aadhar App


સરકાર એક આધાર કેશલેસ મર્ચન્ટ એપ લોન્ચ કરવાની છે. તેને પગલે ડિજિટલ પેમેન્ટની આલોચના કરનારાઓ ખામોશ થઈ શકે છે. તે નવા એપના ઉપયોગ માટે પ્લાસ્ટિક કાર્ડ કે પોઇન્ટ ઓફ સેલ મશીનોની પણ જરૃર નહીં રહે. હાલમાં આ બંનેને કેશલેસ વ્યવહાર માટે જરૃરી માનવામાં આવે છે.
25 ડિસેમ્બરે આ એપ લોન્ચ થશે. આ એપનો ઉપયોગ કરતાં માસ્ટરકાર્ડ કે વિઝાકાર્ડ આપનારી સર્વિસપ્રોવાઇડર કંપનીઓને ફી પણ નહીં આપવી પડે. તેની મદદથી દૂરના ગ્રામીણ વિસ્તારમાં વેપારી ડિજિટલ ચુકવણી કરી શકશે, તે માટે માત્ર એક એન્ડ્રોઇડ ફોનની જરૃર પડશે. વેપારીએ તેના પર આધાર કેશલેસ મર્ચન્ટ એપ ડાઉનલોડ કરવાનું રહેશે અને સ્માર્ટફોનને એક બાયોમેટ્રિક રીડર સાથે કનેક્ટ કરવાનું રહેશે. આ રીડર રૃપિયા 2,000માં મળે છે.
તે પછી ગ્રાહકે પોતાનો આધારનંબર ફીડ કરીને જે બેન્કમાંથી ચુકવણી થવાની હોય તે બેન્કની પસંદગી કરવાની રહેશે, તે એપમાં બાયોમેટ્રિક સ્કેન પાસવર્ડની જેમ કામ કરશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ અજયભૂષણ પાંડેએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે ફોન વગર પણ કોઇપણ વ્યક્તિ તે એપનો ઉપયોગ કરી શકે છે. હાલમાં 40 કરોડ આધારકાર્ડ નંબર બેન્કખાતાં સાથે સંકળાયેલા છે, તે આંકડો ભારતના અડધોઅડધ વયસ્કો જેટલી છે. માર્ચ 2017 સુધીમાં તમામ આધારનંબરને બેન્કખાતાં સાથે જોડી દેવાનું લક્ષ્ય છે. આ એપને યુડીઆઈ અને નેશનલ પેમેન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને આઇડીએફસીએ તૈયાર કર્યું છે. નાણાપ્રધાન અરુણ જેટલી અને માહિતી-પ્રસારણ પ્રધાન રશિશંકર પ્રસાદને 19 ડિસેમ્બરે તે તકનીક બતાવવામાં આવી હતી.

No comments:

Post a Comment