ઘરે બનાવો આ સ્ક્રબ, અને દૂર કરો ચહેરા પરના ખીલ+ડાઘ
આપણા ચહેરા અને શરીરની સ્વચ્છતા માટે સ્ક્રબ ખૂબ જ જરૂરી છે. માટી, ધુમાડો અને બોડી લોશનના નિયમિત ઉપયોગથી ત્વચા પર મૄત કોષિકાઓ જમા થઈ જાય છે, જેને દૂર કરવા સ્ક્રબિંગ કરવુ ખૂબ જ જરૂરી છે. સ્ક્રબિંગથી ત્વચાના ડેડ સેલ્સ ખૂબ જલદી દૂર થાય છે. આમ તો આજ-કાલ બજારમાં ઘણીબધી જાતનાં સ્ક્રબ મળી રહે છે, પરંતુ આજે અમે તમને ઘરે જ કુદરતી રીતે સ્ક્રબ બનાવતાં શીખવાડીશું.
સામગ્રી
મુલ્તાની માટી અડધો કપ
સંતરાની છાલનો પાવડર, અડધો કપ
ચાર ચમચી સફેદ ચંદન
જરૂર મુજબ દૂધ,દહીં અથવા ગુલાબજળ
મુલ્તાની માટી અડધો કપ
સંતરાની છાલનો પાવડર, અડધો કપ
ચાર ચમચી સફેદ ચંદન
જરૂર મુજબ દૂધ,દહીં અથવા ગુલાબજળ
બનાવવાની રીત
સૌ પ્રથમ મુલ્તાની માટી અડધો કપ, સંતરાની છાલનો પાવડર અડધો કપ, ચાર ચમચી સફેદ ચંદન લઇને આ બધી જ વસ્તુઓને ભેળવીને એક બોટલમાં ભરી દો. જરૂરિયાત પ્રમાણે તેમાં દૂધ, દહીં કે ગુલાબજળ ભેળવીને ચહેરા પર લગાવો અને તેને અડધો કલાક સુધી રહેવા દો. અડધો કલાક પછી તેને ધીરે ધીરે રગડીને ધોઈ લો. જે લોકોની સ્કીન ઓઈલી હોય તેમને માટે આ ખુબ જ ફાયદકારક છે. આ સ્ક્રબ અઠવાડિયામાં બે વખત લગાવો આનાથી ખીલ, બ્લેકહેડ્સ, ફોલ્લી વગેરે દૂર થઈ જશે અને ત્વચાનો રંગ પણ નીખરશે.